Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડોદરા જિલ્લાની વાઘોડીયા GIDCમાં આવેલી જય શ્રી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ કરાતા ફાયર બ્રીગેડ પહોંચી હતી, અને તેમને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. કંપનીના સોલ્વન્ટ પ્લાન્ટમાં આગ લાગતા ફાયર બ્રીગેડ દ્વારા મેજર કોલ જાહેર કરીને આગ પર કાબુ મેળવવાના માટેના પ્રયાસો હાથ ધર્યા છે. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે જાણે બોમ્બ ફાટ્યો હોય તો કેવી જ્વાળાઓ આકાશમાં ચઢે તેવી રીતે કાળા ડિબાંગ ધુમાડા સાથે જ્વાળાઓ દેખાઈ હતી. જોકે આગ ભીષણ હોવાથી તેની ઉપર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

વધુ માહિતી પ્રમાણે, વાઘોડીયા GIDC સ્થિત શેડ નં-1043માં મોટા પ્રમાણમાં સોલ્વન્ટનો જથ્થો મુકવામાં આવ્યો હતો. જ્યાં અચાનક આજે વહેલી સવારે સોલ્વન્ટના પ્લાન્ટમાં આગ લાગતા આખો પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો હતો. પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગને પગલે આસપાસની કંપનીઓ તેમજ ગ્રામજનો ચિંતામાં મુકાઇ ગયા હતા.વાઘોડીય GIDCમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવા માટે વડોદરા ફાયર બ્રીગેડની મદદ લેવામાં આવી છે. ઘટના સ્થળે પહોંચેલા વાઘોડીયા અને વડોદરા ફાયર બ્રીગેડના ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ