કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે મતદાતાઓનો આભાર માનવા માટે પહેલી વાર પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડ આવ્યાં હતા. વાયનાડ આવ્યા બાદ રાહુલ લોકોને મળ્યા હતા. રાહુલે કહ્યું કે તમે કઈ પાર્ટીમાં છો તે વાતથી કોઈ ફર્ક પડતોનથી. તમે મને જે ટેકો આપ્યો છે તે અદ્વિતીય છે. વાયનાડનો દરેક વ્યક્તિ માટે મારા ઘરના દરવાજા ખુલ્લા છે. જીત બાદ રાહુલની આ પહેલી મુલાકાત છે. રાહુલે મલ્લાપુરમમાં રોડ શો કર્યા બાદ એક જનસભાને સંબોધિત કરી હતી. રાહુલે કહ્યું કે હું કેરળનો સાંસદ છું. એટલે મારી જવાબદારી છે કે ફક્ત વાયનાડ જ નહીં પરંતુ કેરળના નાગરિકોનો મુદ્દો પણ ઉઠાવું. વાયનાડના લોકોનો અવાજ સાંભળું અને તેમનો અવાજ બનવું મારી ફરજ છે. તમારા બધાના પ્રેમ અને સ્નેહ બદલ ધન્યવાદ.