રાણીપ વિસ્તારમાં PCBએ દરોડા પાડ્યા છે. કારમાંથી 9.41 લાખની કિંમતનો દારૂ ઝડપ્યો. દારૂ અને કાર સહિત 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કારમાંથી ચાર નંબર પ્લેટ મળી આવી છે. ડ્રાઇવર સહિત બે લોકોની ધરપકડ કરાઇ. રાજસ્થાનથી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.