રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે (13મી જુલાઈ) બનાસકાંઠા, પાલનપુર અને ડીસામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દાંતિવાડામાં 6.30 ઈંચ, પાલનપુરમાં 4.56 ઈંચ, ડીસામાં 3.66 ઈંચ, દાંતામાં 3.07 ઈંચ અને વડગામમાં 2.52 ઈંચ વરસાદ નોંધાયો હતો.