Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં બે ભાઈના પરિવારના છ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વટવા ખાતે એક જ પરિવારે સામૂહિક આપઘાત કરતા આસપાસના વિસ્તારને હચમચાવી મૂક્યો છે. વટવા રિંગરોડ પાસે પ્રયોશા રેસિડન્સીમાં બે ભાઈઓ પોતાના ચાર બાળકો સાથે સામૂહિક આપઘાત કર્યો છે. પોલીસે મૃતદેહ કબ્જે લઇ તપાસ હાથ ધરી છે.

વટવા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓએ બાળકો સાથે શા માટે આત્મહત્યા કરી તે મામલે પોલીસને હજી કોઈ માહિતી મળી નથી. પોલીસને મળતી માહિતી મુજબ ગઈકાલથી જ બન્ને ભાઈઓનો પરિવાર ગુમ થયો હતો. વટવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૃતકના નામ ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ તેમજ તેમના બાળકોના નામ મયુર, કિર્ત, ધ્રુવ અને સાનવી જાળવા મળ્યુ છે.

મળતી માહિતી મુજબ બંને ભાઈઓ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા. બાળકોને ફરવા લઇ જવાનું કહી બંને ભાઈઓ ઘરેથી નીકળ્યા હતા અને વિંઝોલમાં ફ્લેટ પર આવી બાળકોની હત્યા કર્યા બાદ બંનેએ આપઘાત કરી લીધો હતો. આપઘાતના કારણ અંગે આર્થિક સંકડામણ અથવા પારિવારિક કારણ હોય શકે છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ