Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શહેરમાં ટ્રાફિકનો ભાર ઘટાડવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાત નવા ફ્લાય ઓવરબ્રીજ બનશે. ઓવરબ્રીજના નિર્માણ માટે 335 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં આ વર્ષ માટે 10 ટકા પ્રમાણે 33.5 કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદ મહાનગરમાં 7 નવા ઓવરબ્રીજ – રિવરબ્રીજ બનાવવાના કામોની મંજૂરી માટે મહાપાલિકાએ મોકલેલી દરખાસ્તને અનુમોદન આપી કુલ ૩૩પ કરોડ પૈકી આ વર્ષે 10 ટકા પ્રમાણે 33.5 કરોડ રૂપિયા મહાનગરપાલિકાને આપવામાં આવશે.

અમદાવાદ મહાનગરમાં જે 7 ફલાય ઓવર માટે મુખ્યમંત્રીએ નાણાં ફાળવ્યા છે તેમાં વિવેકાનંદનગર રીવરબ્રીજ (4 લેન), વાડજ જંકશન ફલાય ઓવરબ્રીજ – (4 લેન), પલ્લવ જંકશન ફલાય ઓવરબ્રીજ (2×2 લેન), પ્રગતિનગર જંકશન ફલાય ઓવરબ્રીજ (2×2 લેન), સતાધાર જંકશન ફલાય ઓવરબ્રીજ (4 લેન), ઘોડાસર ફલાય ઓવરબ્રીજ (2×2 લેન) તેમજ નરોડા પાટિયા જંકશન ફલાય ઓવરબ્રીજ (3×2 લેન)નો સમાવેશ થાય છે.

અમદાવાદ મહાનગરમાં માર્ગો પરના વાહન યાતાયાત ટ્રાફિકને હળવો કરવામાં આ ઓવરબ્રીજનું નિર્માણ મહત્વપૂર્ણ બની રહેશે. રાજ્યના 2019-20ના અંદાજપત્રમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 20 ફલાય ઓવર બનાવવાની જાહેરાત કરવામાં આવેલી હતી. આ 20 ફલાય ઓવરબ્રીજ પૈકીના 7 બ્રીજ બનાવવાના કામો માટે કુલ રૂ. 335 કરોડ પૈકી રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે 10 ટકા પ્રમાણે રૂ. 33.5 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ