પહેલી મેથી અમલમાં આવે તે રીતે અમૂલ દૂધની દરેક કેટેગરીના દૂધના ભાવમાં લિટરદીઠ રૃા.૨નો વધારો કરવામાં આવ્યો છે.
દૂધની મહત્તમ કિંમતની દ્રષ્ટિએ આ ભાવ વધારો ત્રણથી ચાર ટકાની આસપાસનો છે. ખાદ્યસામગ્રીના ફૂગાવાની દરની સરખામણીમાં દૂધના ભાવમાં કરવામાં આવેલો વધારે ત્રણથી ચાર ટકાનો છે. હજી ગઈકાલે જ મધર મિલ્ક ડેરીએ સમગ્ર દેશમાં દૂધના લિટરદીઠ ભાવમાં રૃા. ૨નો વધારો કર્યો છે. ગુજરાતમાં દરરોજ અંદાજે ૩૩૦ લાખ લિટર દૂધ એકત્રિત કરવામાં આવે ચે. ૧૮,૬૦૦ દૂધ સહકારી મંડળીને ૩૬ લાખ સભ્ય મારફતે દૂધ એકત્રિત કરવામાં આવે છે.