ભારતના લેજન્ડરી હોકી ખેલાડી મેજર ધ્યાન ચંદના જન્મદિવસે ઉજવાતા ભારતના નેશનલ સ્પોર્ટસ ડેના સેલિબ્રેશનને વધુ યાદગાર બનાવતા અર્પિન્દર સિંઘે ટ્રીપલ જમ્પમાં અને સ્વપ્ના બર્મને હેપ્ટાથ્લોનમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યા હતા.
આ સાથે ઈન્ડોનેશિયામાં ચાલી રહેલી ૧૮મી એશિયન ગેમ્સમાં ભારતના સુવર્ણ ચંદ્રકોની સંખ્યા ૧૧ પર પહોંચી ગઈ છે. અર્પિન્દરે પુરુષોની ટ્રીપલ જમ્પ ઈવેન્ટમાં ભારતને ૪૬ વર્ષ બાદ સુવર્ણ સિદ્ધિ અપાવી હતી. જ્યારે ૩૬ વર્ષ પહેલા એશિયાડમાં હેપ્ટાથ્લોનને સમાવવામાં આવી તે પછી ભારત માટે આ ઈવેન્ટનો સૌપ્રથમ ગોલ્ડ સ્વપ્ના બર્મને જીત્યો હતો. એશિયન ગેમ્સ- ૨૦૧૮માં ૧૧માં દિવસના અંતે ભારતના કુલ ૧૧ ગોલ્ડ, ૨૦ સિલ્વર અને ૨૩ બ્રોન્ઝ સાથે ૫૩ મેડલ્સ થઈ ગયા છે.