દિલ્હીમાં ફેબ્રુઆરીમાં થયેલા રમખાણોમાં ફેસબૂકની ભૂમિકા અંગે તપાસ કરતી દિલ્હી વિધાનસભાની સમિતિ દ્વારા નોટિસ બજાવીને હાજર રહેવા બીજી તક આપવા છતાં ફેસબૂક ઇન્ડિયાનાં વાઇસ પ્રેસિડેન્ટ અને એમડી અજિત મોહન હાજર રહ્યા ન હતા. સમિતિએ આક્ષેપ કર્યો હતો કે, અજિત મોહન સમિતિ સમક્ષ હાજર ન રહીને ફેસબૂકની ભૂમિકા પર મહત્ત્વની હકીકતો છુપાવવા પ્રયાસો કરી રહ્યા છે. સમિતિએ જણાવ્યું હતું કે, દિલ્હીનાં રમખાણોમાં પ્રાથમિક રીતે ફેસબૂકની ભૂમિકા શકમંદ રહી છે આથી તેને સહઆરોપી ગણવા જોઈએ. સમિતિએ આ મુદ્દે ખુલાસો કરવા ફેસબૂક ઇન્ડિયાના ચેરમેન અને એમડીને નોટિસ બજાવી હતી. ફેસબૂક દ્વારા આ નોટિસનો વિરોધ કરાયો હતો. તેણે લખ્યું હતું કે, આ મામલે આઈટી વિભાગની સંસદીય સમિતિ તપાસ કરી રહી છે તેથી દિલ્હી વિધાનસભા સમિતિએ દરમિયાનગીરી કરવાનો કોઈ અર્થ નથી.