ભારત સરકારની કર્મચારી વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ કંપનીઓ તરફી નીતિઓનો વિરોધ નોંધાવવા માટે આજે ઇન્ટુક, સિટું, ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન, સેવા, સિટી સહિતની સંસ્થાઓ તથા ગુજરાત મહાનગર બેન્ક એમ્પ્લોયી એસોસિયેશન સાથે જોડાયેલા બેન્ક કર્મચારીઓ 9મી સપ્ટેમ્બર 2025ના એક દિવસનું બંધ પાડવાનું એલાન આપ્યું છે. આ બંધમાં દેશભરમાંથી 25 કરોડથી વધુ લોકો જોડાશે એવો દાવો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં શાળાઓએ વિદ્યાર્થીઓને કે તેમના વાલીઓને બંધની જાણ કરી નથી. પરિણામે શાળાઓ ચાલુ રહેવાની સંભાવના છે.