છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં આવેલા એશિયાના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ એવા ભિલાઈ સ્ટીલ પ્લાન્ટમાં મંગળવારે સવારે ૧૧ વાગ્યે ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ૯ મજૂરોનાં મોત થયાં હતા અને ૧૨ મજૂરો દાઝી ગયા છે. દાઝેલા મજૂરોમાંથી ૪ની હાલત ગંભીર છે. અન્ય ચાર લાપતા છે. પ્લાન્ટમાં લાગેલી આગ બુઝાવવા માટેના પ્રયાસો ચાલુ છે. દુર્ગ આઇજી જી.પી.સિંહે જણાવ્યું કે પોલીસ તથા બચાવ દળના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. કોક ઓવનની નજીક ૨૫થી વધુ કર્મચારીઓ કામ કરતા હતા, એ વખતે વિસ્ફોટ થયો હતો.