અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થયા પછી દેશમાં શોકની લહેર છે. આ સમયે એર ઇન્ડિયાની માલિક ટાટા જૂથના ચેરમેન ચંદ્રશેખરને મૃતકોના કુટુંબીને એક-એક કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
તેની સાથે તેમણે જણાવ્યું હતું કે ટાટા જૂથ આ દુર્ઘટનામાં ઇજા પામેલાઓની સારવારનો ખર્ચ પણ ભોગવશે. તેની સાથે તેમનેજરૂરદેખભાળ અને સમર્થન પૂરુ પાડવામાં આવશે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં નુકસાન પામેલી બી જે મેડિકલ કોલેજના ડોક્ટરોની હોસ્ટેલનું પુર્નનિર્માણ કરવામાં પણ ટાટા મદદ કરશે.