અફઘાનિસ્તાનમાં શનિવારે એક ચૂંટણી રેલીમાં વિસ્ફોટ થયો છે જેના લીધે ૧૨ લોકોનાં મોત થાય છે. આ વિસ્ફોટના લીધે ૩૨થી પણ વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે. કાબુલ ખાતે આયોજીત આ રેલી અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે રેલી દરમ્યાન મોટરસાઇકલ પર વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી. કોઈ આતંકવાદી જૂથ દ્વારા આ હુમલાનો દાવો નથી કરવામાં આવ્યો.