સુપ્રીમ કોર્ટે બુધવારે ભારત સ્ટેજ એટલે કે બીએસ-3 વાહનોના વેચાણ તેમજ રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મૂક્યો. દેશમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખી આ આદેશ અપાયો. જેના પગલે હવે પહેલી એપ્રિલથી દેશમાં બીએસ-3 વાહનોનું રજિસ્ટ્રેશન બંધ થઈ જશે. આ નિર્ણયને કારણે ઓટોમોબાઈલ્સ સેક્ટરને 12 હજાર કરોડનો ફટકો પડશે.