કર્ણાટકમાં જેની સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટીસ બહાર પાડવામાં આવેલી છે તેવી ૨૫ વર્ષથી નાસતીફરતી આર્થિક ગુનેગાર મોનિકા કપૂરને યુએસમાંથી પરત લાવવામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન-સીબીઆઇ-ને સફળતા મળી છે. મોનિકા કપૂરને સીબીઆઇ દ્વારા ગુરૂવારે દિલ્હીની અદાલતમાં રજૂ કરવામાં આવશે.