મોદી સરકારે રેલવે કર્મચારીઓની દિવાળી સુધારી દેતી જાહેરાત કરતાં કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ મળશે. ૧૨.૩૦ લાખ કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. વડા પ્રધાનની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે આજે નોનગેઝેટેડ રેલવે કર્મચારીઓને ૭૮ દિવસનું પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ(જીએલબી) આપવાનો નિર્ણય કર્યો છે. એક અંદાજ મુજબ આ બોનસથી રેલવેના દરેક કર્મચારીને લગભગ ૧૮,૦૦૦ રૂપિયા મળી શકે છે. યાદ રહે કે આ બોનસમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ(આરપીએફ) અને રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ(આરપીએસએફ)ના કર્મચારીઓ સામેલ હોતા નથી. છેલ્લાં ૬ વર્ષથી રેલવે કર્મચારીઓને એટલું જ બોનસ મળે છે. અનુમાન મુજબ તેનાથી રેલવે પર ૨,૦૦૦ કરોડ રૂપિયાનો બોજો વધશે.