તેલુગુ દેશમ પાર્ટીના (TDP) વડા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ આગામી બે વર્ષ માટે પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. TDP ના વરિષ્ઠ નેતા વરલા રમૈયાએ પાર્ટીના ત્રણ દિવસીય વાર્ષિક સંમેલન 'મહાનાડૂ' ના બીજા દિવસે ચૂંટણી પરિણામો જાહેર કર્યા અને બાદમાં તાળીઓના ગડગડાટ વચ્ચે ચંદ્રબાબુ નાયડુને અધ્યક્ષ પદના શપથ લેવડાવ્યા.