દેશમાં ઇક્વિટી રોકાણકારોની (Equity Investors) સંખ્યાએ 20 કરોડનો આંકડો પાર કરવા દોટ લગાવી છે તો ગુજરાતમાં ગુજરાતીઓમાં સીધા ઇક્વિટી રોકાણ માટેની વધતી જતી ભૂખને કારણે રાજ્યમાં ઇક્વિટી રોકાણને લઈને નવો જ વિક્રમ સર્જાયો છે. રાજ્યમાં યુનિક રજિસ્ટર્ડ ઇક્વિટી રોકાણકારોની સંખ્યા આ મે મહિનામાં એક કરોડને વટાવી ગઈ છે, જે છેલ્લા દાયકામાં પાંચ ગણો વધારો દર્શાવે છે, એમ બજાર સૂત્રોએ જણાવ્યું હતું. દેશમાં 31 માર્ચ 2025ના પૂરા થયેલા નાણાકીય વર્ષના અંતે 19.2 કરોડ ડીમેટ ખાતા હતા, તેમા 4.11 કરોડ ખાતા તો ગયા નાણાકીય વર્ષમાં જ ખૂલ્યા હતા