Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ શહેરમાં વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સને લઈ રાજ્ય સરકાર એક પ્રતિનિધિ મંડળ લંડન મોકલશે. ઓલિમ્પિક ગેમ્સનાં આયોજનનાં ભાગરૂપે રમતગમત મંત્રી હર્ષ સંઘવી સહિત 3 IAS અધિકારીઓ આવતીકાલ 31 મેથી 8 જૂન સુધી લંડનનો પ્રવાસ કરશે.
અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સનું સફળ આયોજન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગેમ્સની પૂર્વ તૈયારી રૂપે સરકારે મોટું પગલું ભર્યુ છે. સરકાર તેમનું એક પ્રતિનિધિમંડળ લંડન મોકલશે. જેના માટે રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને ત્રણ આઈએએસ અધિકારી શહેર વિકાસનાં અગ્ર સચિવ અશ્વિનીકુમાર, અમદાવાદ શહેરનાં પૂર્વ કમિશ્નર એમ. થેન્નારસન, અને વર્તમાન કમિશ્નર બંછાનિધિ પાની લંડનની મુલાકાત લેશે. ઈન્ફ્રાસ્ટ્રકચરનો માટેનો મોટાભાગનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે તેમ માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર તેમાં અમુક હિસ્સો આપે તેમ માનવામાં આવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ