વિમાન ઇંધણ (એટીએફ)ના ભાવમાં ગુરૂવારે ૪.૪ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો એક મહિનાની અંદર બીજો મોટો ઘટાડો છે.
આ ઉપરાંત હોટેલો અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવામાં આવતા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્કને ધ્યાનમાં રાખીને ૧૪.૫૦ રૂપિયા ઘટાડવામાં આવ્યો છે.