જો તમે માત્ર કમ્પ્યુટર પ્રોગ્રામર છો તો તમને અમેરિકામાં એચ1બી વિઝા નહીં મળે. ટ્રમ્પ તંત્રએ 17 વર્ષ જૂના વિઝા નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે પ્રોગ્રામર સ્પેશિયાલિસ્ટ નહીં ગણાય. બીજી તરફ બ્રિટનના વિઝા માટે હવે આગામી સપ્તાહથી વાર્ષિક ઈમિગ્રેશન સ્કીલ્સ ચાર્જ તરીકે એક હજાર પાઉન્ડ(રૂ.80 બજાર) ચૂકવવા પડશે. એચ1બી વિઝા માટે સ્પેશિયાલિસ્ટ હોવુ જરૂરી છે.