ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપે જે જ્વલંત વિજય વિધાનસભા ચૂંટણીઓમાં પ્રાપ્ત કર્યા છે તેના આધારે કોંગ્રેસ ચિંતા પેઠી છે કે હવે ભાજપ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજી શકે છે. કોંગ્રેસને રાજ્યમાં વહેલી વિધાનસભા ચૂંટણી માટે તૈયાર રહેવા માટે કહી દીધું છે. તેમ છતા રાજ્યમાં કોંગ્રેસના મુખ્યમંત્રીપદના ઉમેદવારની ઘોષણા કરવાનુ ટાળ્યું છે.