કોરોના સામે લડાઈ વચ્ચે દેશ સતત પોતાની સ્વાસ્થ્ય સુવિધાઓમાં સુધાર કરી રહ્યો છે. સારી વાત છે કે દેશમાં જ્યાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 9,90,061 છે તો અત્યાર સુધી 38,59,399 કોરોના દર્દી રિકવર થઈ ચુક્યા છે. આટલી મોટી સંખ્યામાં વિશ્વના કોઈપણ દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થયા નથી. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી છે.
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, અત્યાર સુધી દેશમાં 5 કરોડ 80 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યુ કે, પાછલા સપ્તાહે 76 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો સક્રિય કેસની સંખ્યા દેશના કુલ કેસના માત્ર 1/5 છે. તેમણે કહ્યું, દેશમાં 5 રાજ્યો એવા છે જેમાં દેશના કુલ સક્રિય કેસના 60 ટકા કેસો છે. દેશભરમાં કુલ સક્રિય કેસોમાં મહારાષ્ટ્રમાં 29% થી વધુ, આંધ્ર પ્રદેશમાં લગભગ 9 ટકા, કર્ણાટકમાં 10 ટકા, ઉત્તર પ્રદેશમાં 6.8 ટકા અને તમિલનાડુમાં લગભગ 4.7 ટકા કેસ છે.