ગુજરાતમાં કોરોના મહામારીની શરૂઆતથી તેના સંક્રમણને અટકાવવા અને દર્દીઓને જીવના જોખમે બચાવવા માટે કોરોના વોરિયર્સ દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ત્યારે કોરોના વોરિયર્સ ડૉક્ટર્સ અને આરોગ્યકર્મીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ હવેથી ગુજરાતમાં ડૉક્ટર્સ અને અન્ય આરોગ્યકર્મીઓને ફરજ દરમિયાન ક્વોરેન્ટાઈન કરવામાં આવે તો તે સમયગાળાને ઓન ડ્યૂટી ગણવામાં આવશે. આ અંગે ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.
ડૉક્ટર્સ-હેલ્થ વર્કર્સના ક્વોરેન્ટાઈન સમયને ઓન ડ્યૂટી ગણાશે
સુપ્રિમ કોર્ટમાં દાખલ WP (C) No. 759/2020-Drના તારીખ 31-07-2020ના રોજ સુનાવણી દરમિયાન અને અન્ય હેલ્થ વર્કરને કોરોનાની ફરજ દરમિયાન ક્વોરેન્ટાઈન કરવામાં આવતો સમયગાળો અમુક કિસ્સાઓમાં રજા તરીકે ગણવાની બાબતો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જે સંદર્ભે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ દ્વારા ક્વોરેન્ટાઈન કરવામાં આવેલા સમયગાળાને ઓન ડ્યૂટી ગણવામાં માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ડોક્ટર અને અન્ય હેલ્થ વર્કરનોની કોવિડ-19ની ફરજ દરમિયાનનો ક્વોરેન્ટાઈન કરવામાં આવતો સમયગાળો ઓન ડ્યૂટી ગણવાનો રહેશે.