દેશમાં કોરોના ઇન્ફેક્શનની બીજી લહેર ભલે નબળી પડી રહી હોય પરંતુ વિશ્વભરમાં ઝડપથી વધી રહેલા કોરોના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી મુશ્કેલીઓમાં વધારો થતો દેખાય છે. એક દિવસની રાહત બાદ ફરી એકવાર કોરોનાના નવા કેસ 50 હજારથી ઉપર પહોંચી ગયા છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણનાં 50 હજાર 40 નવા કેસ નોંધાયા છે, જ્યારે 1258 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના નવા કેસો આવ્યા બાદ હવે દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને 3 કરોડ 2 લાખ 33 હજાર 183 થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાના અત્યારે 5 લાખ 86 હજાર 403 સક્રિય કેસ છે, જ્યારે 2 કરોડ 92 લાખ 51 હજાર 29 લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે. તે જ સમયે, કોરોનાને કારણે અત્યાર સુધીમાં 3 લાખ 95 હજાર 751 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં 32,17,60,077 લોકોને રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં, 64,25,893 લોકોને કોરોના રસી આપવામાં આવી છે.