સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 50,356 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 84,62,080 પર પહોંચી છે. હાલ દેશમાં કોરોના વાયરસના 5,16,632 સક્રિય કેસ છે. આ સાથે દેશમાં સાજા થવાનો દર 92.4 ટકા પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 53,920 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 78,19,886 પર પહોંચી છે. કોરોનાથી થયેલા મોતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 577 લોકોનાં મોત થયા છે. આ સાથે દેશમાં અત્યારસુધી કુલ 1,25,562 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. દેશમાં મોતનું પ્રમાણ 1.5 ટકા છે.