ભારત સહિત દુનિયાભરના તમામ દેશ છેલ્લા 10 મહિનાથી જીવલેણ કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)નો સામનો કરી રહ્યા છે. ભારતમાં રોજ કોરોનાના સૌથી વધુ કેસ આવી રહ્યા છે, પરંતુ તેની સામે લોકો સાજા પણ થઈ રહ્યા છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ જોઈને રાહતની શ્વાસ લઈ શકાય એમ છે. જોકે, સરકારે કહ્યું છે કે હજુ ખતરો ટળ્યો નથી અને ન તો વેક્સીન આવી છે. તેથી લોકોને સાવધાની રાખવી પડશે. આ દરમિયાન આયુષ મંત્રાલય (Aayush Ministry)એ કોરોનાને ફેલાવાથી રોકવા માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને આયુષ મંત્રી શ્રીપદ યશો નાઇકે મંગળવારે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે સારવારથી સારું છે તેની અટકાવવું. તેના માટે આપણે આપણી ઇમ્યુનિટીને વધારવાની જરૂર છે.
1. આયુષ મંત્રાલયે કહ્યું કે દિવસભર ગરમ પાણી પીવો. ગરમ તાજું બનેલું ભોજન જ ખાઓ.
2. ઓછામાં ઓછી 30 મિનિટ સુધી યોગનો અભ્યાસ, પ્રાણાયામ અને ધ્યાન ધરવું ખૂબ અગત્યનું છે.
3. ભોજન બનાવતી વખતે તેમાં હળદર, જીરું અને ધાણા જેવા મસાલાનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.4. ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે મંત્રાલયે સવારે એક ચમચી ચ્યવનપ્રાશ ખાવાની પણ સલાહ આપી છે.
5. જે ડાયાબિટીસના રોગી છે તેમણે ખાંડ વગરની ચ્યવનપ્રાશ ખાવાની સલાહ આપી છે.
6. દિવસમાં બે કે ચાર વાર હર્બલ ચા પીઓ. તુલસી, તજ, મરી, સૂકું આદું અને કિશમિશનો કાઢો પી શકો છો.
7. 150 મિલીલીટર ગરમ દૂધમાં અડધી ચમચી હળદર મેળવીને પીવાની સલાહ આપવામાં આવી છે.
8. સવારે અને સાંજે પોતાના બંને નસકોરમાં તલ કે નારિયળનું તેલ કે ઘી લગાવો.