Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે. કરોડોની આસ્થા સમાન રામ મંદિર માટે ઉત્તર પ્રદેશના જાલેસર શહેરના હિન્દુ-મુસ્લિમ કારીગરોએ ભેગા મળીને 2.1 ટન વજન ધરાવતા અષ્ટધાતુના  ઘંટને તૈયાર કર્યો છે. કોમી-એખલાસની અનોખી મિસાલ સમાન શ્રીરામ મંદિરના ઘંટને તૈયાર કરવામાં ચાર મહિના જેટલો સમય લાગ્યો છે.

છેલ્લા ત્રણ દાયકાથી મંદિરો અને શાળાઓ માટે  પિત્તળનો ઘંટ બનાવવાના વ્યવસાયમાં કાર્યરત એવા દાઉ દયાલે તેમજ ઈકબાલ મિસ્ત્રી તેમજ તેમના 20-25 જેટલા સહાયકોએ ભેગા મળીને રામ મંદિર માટે અષ્ટધાતુના ઘંટને તૈયાર કર્યો છે. દાઉ દયાલે કહ્યું કે, અમારા મુસ્લિમ ભાઈઓ, ઘંટના નિર્માણની ડિઝાઈનિંગ, ગ્રાઈન્ડિંગ અને પોલિશિંગ જેવી પ્રક્રિયામાં નિષ્ણાત છે. તેમણે રામ મંદિર માટેના આ ઘંટના નિર્માણમાં અમને મદદ કરી છે. 

ચાર પેઢીની પિત્તળના ઘંટ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા 50 વર્ષના દયાલે કહ્યું કે, આટલા મોટા કદના પિત્તળના ઘંટના નિર્માણમાં ખુબ જ સાવચેતી જરૂરી છે. એકાદ ભૂલ મહિનાઓની મહેનત પર પાણી ફેરવી શકે છે, પણ પ્રભુ કૃપાથી બધુ યોગ્ય રીતે પાર પડી ગયું છે. આ ઘંટને તૈયાર કરવામાં અમે માત્ર પિત્તળનો જ ઉપયોગ નથી કર્યો. તેમાં સુવર્ણ, રજત, કાંસ્ય, જસત, સીસુ, લોખંડ, પારા અને ટીન જેવી અષ્ટધાતુનો પણ ઉપયોગ કર્યો છે. 

મિસ્ત્રીએ કહ્યું કે, ધાતુઓને ગાળવામાં કે પછી તેમને આકાર આપવાની પ્રક્રિયામાં જો પાંચ સેકન્ડનો પણ વિલંબ થાય તો બધી મહેનત માથે પડે તેમ હતુ. આ ઘંટની વિશેષતા એ છે કે, તે વન-પીસ છે. અમે તેમાં જરા પણ વેલ્ડિંગ કર્યું નથી. ચાર મહિનામાં તૈયાર થયેલા ઘંટની કિંમત આશરે 21 લાખ રૂપિયા છે અને તેનો ઘંટારવ આસ-પાસના 15 કિલોમીટરના વિસ્તારમાં સંભળાશે તેમ મનાય છે.

રામ મંદિર માટેનો વિશિષ્ટ ઘંટ એટા જિલ્લાની જાલેસર મ્યુનિસિપલ કાઉન્સીલના ચેરમેન વિકાસ મિત્તલના વર્કશોપમાં તૈયાર કરવામાં આવ્યો છે. મિત્તલને નિર્મોહી અખાડાએ ગત નવેમ્બરમાં રામમંદિર અંગે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યો તે પછી તેનો ઓર્ડર આપ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ