ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા, સરકારની બે લાખની સહાય, પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
વડોદરાથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં પાદરા-જંબુસર વચ્ચેનો ગંભીરા પુલ તૂટી પડ્યો હતો, જેના કારણે અનેક વાહનો નદીમાં પડી ગયા હતા. જ્યારે એક ટ્રક પુલ પર લટકતી જોવા મળી હતી. ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ પુલ આણંદ અને વડોદરા જિલ્લાઓને જોડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકારે બે લાખની સહાય જાહેર કરી છે અને પીએમ મોદીએ પણ મૃતકોના કુટુંબીજનોને આશ્વાસન પાઠવ્યા છે અને આ દુર્ઘટના અંગે દુઃખ વ્યત કર્યુ છે. ઘેરા શોકની લાગણી કરી છે. તેની સાથે પ્રધાનમંત્રી સહાયનિધિમાંથી તાત્કાલિક 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.