રાજધાની દિલ્હી અને એનસીઆરમાં ગુરુવારે વરસાદે બપોર પછી ગતિ પકડી હતી અને બે કલાકમાં દિલ્હી અને ગુરુગ્રામ, નોઈડા અને ફરિદાબાદમાં ઘણા વિસ્તારોને જળબંબાકાર કરી દીધા હતા બુધવાર સવારના ૮.૩૦થી ગુરુવાર સવારના ૮.૩૦ સુધીના ચોવીસ કલાકમાં આયાનગર વેધર સ્ટેશનમાં ૧૨૨.૮ મિમિ વરસાદ નોંધાયો હતો જે સામાન્ય વરસાદ કરતા ૧૧ ગણો વધારે છે. બાદરપુર નજીકના પુલ પ્રહલાદનગર અંડરપાસમાં કેટલીક ટ્રકો અને એક બસ ડૂબી ગઈ હતી. ૨૩ ઠેકાણે ઝાડ પડવાની તથા દીવાલ ધસી પડવાની નાની-મોટી ઘટના બની હતી. ગુરુગ્રામના રસ્તાઓ નદીઓમાં ફેરવાયા હતા તથા રસ્તાઓ પર બોટ ફેરવવાની નોબત આવી હતી.