Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશભરમાં ટ્રાફિક ચલણોની ચર્ચા છે. ટ્રાફિક પોલીસ સાથે ડોક્યુમેન્ટ્સની માટે ઝઘડાઓ પણ થાય છે. ત્યાં સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે સ્માર્ટફોનથી ડિજિલોકર અથવા એમ પરિવહન એપ પર પણ ગાડીના કાગળો બતાવી શકાય છે. ડિજિલોકર ફક્ત ગાડીના કાગળો માટે નહીં પરંતુ તે તમારા ડોક્યુમેન્ટ્સનો ખજાનો છે. જ્યાં તમે એપ ઉપર ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી સુરક્ષિત પણ રાખી શકો છો. અને તેને પણ કેટલીક સરકારી વિભાગ અને પ્રાઇવેટ કંપનીઓ એપ પર પણ વેલિડ માને છે.

ટ્રાફિક, રેલ્વે જેવા અનેક વિભાગોમાં ડિજિલોકર દ્વારા ડોક્યુમેન્ટ્સ બતાવી શકાય છે, એમ પરિવહનમાં પણ ગાડીના પેપર્સ મૂકી શકાય છે.

આ ડિજિલોકર છે શું?

ડિજિલોકર ડોક્યુમેન્ટ્સનું સરકારી લોકર છે. જેમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ ડિજિટલ ફોર્મેટમાં ડાઉનલોડ કરી સુરક્ષિત રાખી શકાય. આ ડોક્યુમેન્ટ્સને સરકારી વિભાગો અને કેટલીક પ્રાઇવેટ સર્વિસીસને માન્ય રાખે છે. ઓરિજનલ ડોક્યુમેન્ટ સાથે રાખો છો તો તેનો ખોવાઇ જવાનો ડર છે. ઝેરોક્ષ કેટલાક વિભાગો માન્ય રાખતા નથી. ત્યારે ડિજિલોકર પર ડોક્યુમેન્ટ સરળતાથી ખોલીને ક્યાંય પણ બતાવી શકો છો. તેના પર ઉપલબ્ધ ડોક્યુમેન્ટ્સ ઇન્ડિયન આઇટી એક્ટ 2000 પ્રમાણે કાનુની માનવામાં આવે છે.

પરંતુ ઓનલાઇન પણ તો ખતરો છે?

ડિજિટલ લોકર સરકારની જ એપ્લિકેશન છે. આધાર વેરિફિકેશન અને ISO 27001 સર્ટિફાઇડ ડેટા સેન્ટર જેવી ઘણી સિક્યોરિટી ફીચરથી સજ્જ છે.

એપ્લિ.માં તમામ ડોક્યુમેન્ટ ઉપલબ્ધ છે?

ડિજિલોકર પર 210 પ્રકારના ડોક્યુમેન્ટ્સ ઉપલબ્ધ છે. તેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, પેન વેરિફિકેશન, 10-12માં ધોરણની માર્ક્સશીટ, જેવા ડોક્યુમેન્ટ્સ સામેલ છે. જેને 116 વિભાગ-સંસ્થાઓ આધિકારિક રૂપે જાહેર કરે છે.

સરકારી ડોક્યુમેન્ટ સિવાય શું કામનું છે?

કોઇ પણ પ્રકારના જરૂરી દસ્તાવેજ અપલોડ કરી શકાય છે. જેમકે, ટેક્સના દસ્તાવેજ, જૂની માર્ક્સશીટ, પ્રોપર્ટીના કાગળો, એટલે કે કોઇ પણ પ્રકારના દસ્તાવેજ અપલોડ કરીને સુરક્ષિત રાખી શકો છો.

ડોક્યુમેન્ટ વેલિડ છે? સાઇન તો નથી.

જે ડોક્યુમેન્ટ સરકારી સંસ્થાએ ઇશ્યૂ નથી કર્યા, પરંતુ તમે અપલોડ કર્યા છે. તેની માટે ઇ-સાઇનનો વિકલ્પ ઉપલબ્ધ છે. આધાર OTPથી વેરિફિકેશન થાય છે અને ડોક્યુમેન્ટ્સને તમારા દ્વારા સાઇન કર્યું હોવાનું માનવામાં આવે છે.

ઓનલાઇન ડોક્યુમેન્ટ ઉપયોગી ?

ડોક્યુમેન્ટ્સ બે પ્રકારે કામ આવી શકે છે. સરકારી સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોની જરૂર પડે મોબાઇલ પર બતાવી શકો છો. જેમકે, ટ્રાફિક પોલિસને ગાડીના કાગળ દેખાડવા. અન્ય બીજી કંપનીઓ એવી પણ છે કે જે ડિજિલોકરના ડોક્યુમેન્ટ્સને વેલિડ છે. અત્યારે કુલ 35 ઓર્ગેનાઇઝેશન છે. ઉદાહરણ તરીકે વાટ્સલોન નામની કંપની લોનની માટે ડિજિલોકરથી ડોક્યુમેન્ટ આપવાનો વિકલ્પ પણ આપે છે.

એપ ક્યાં મળશે? ફેક એપ પણ હોય છે?

પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પર DigiLocker સર્ચ કરીને ડિજિલોકર ઇન્સ્ટોલ કરે, ચેક કરો કે એપની નીચે Meity, Government of India લખ્યું છે કે નહીં. digilocker.gov.in પણ ઉપયોગ કરી શકો છો.

એપ પર એકાઉન્ટ કેવી રીતે બનાવું?

Sign Up પર ક્લિક કરો, મોબાઇલ નં. રજિસ્ટર કરો, ઓટીપી આવશે. યુઝરનેમ અને પાસવર્ડ સેટ કરો. હવે આધાર નંબર નાખો અને ઓટીપી વેરિફિકેશન કરો. હવે ડોક્યુમેન્ટ્સ કેવી રીતે નીકાળશો? ડેશબોર્ડ પર ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી તમામ ડોક્યુમેન્ટ્સ જોવા ક્લિક લિંગ આપી છે. અન્ય ડોક્યુમેન્ટ્સ મેળવવા Get Issued Documents પર ક્લિક કરો. અહિંયા તે સંસ્થાઓની સૂચિ મળશે જે ડોક્યુમેન્ટ્સ ઇશ્યુ કરે છે. જેમ કે સીબીએસઇ અને સરકારી વિભાગ, તેના પર ક્લિક કરીને, માંગી ગયેલી જાણકારી આપીને ડોક્યુમેન્ટ્સ ઇશ્યું કરાવી શકો છો. ઇશ્યુ કરેલા ડોક્યુમેન્ટ ‘Issued Document’સેક્શનમાં મળશે.

અપલોડ કેવી રીતે કરશો?

ડીજીલોક એપ પર ‘Upload Documents’નો પણ વિકલ્પ છે. ત્યાં જઇને ફોલ્ડર અપલોડ કરી શકો છો. જે ફોલ્ડરમાં તમારા દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા તમામ ડોક્યુમેન્ટ્સ ઉપલબ્ધ હશે. આ એપ્લિકેશમાં ઇ-સાઇનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. એપ સામાન્ય નાગરિકને અત્યંત ઉપયોગી છે.

ડોક્યુમેન્ટ બતાવવા દરેક વખતે લોગઇન કરવું પડશે?

એપની સેટિંગમાં ‘Set Pin’નો વિકલ્પ છે. તમે 4 ડિજિટનો પિન સેટ કરી શકો છો. આ પિન નાખીને એપ ખોલી શકો છો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ