અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક (Elon Musk) વચ્ચે ફરી એકવાર શબ્દયુદ્ધ શરૂ થયું છે. આ વખતે ટ્રમ્પે મસ્કને મોટી ધમકી આપી છે. ટ્રમ્પ અને મસ્ક વચ્ચે શબ્દયુદ્ધ એવા સમયે શરૂ થયું છે જ્યારે સેનેટમાં વન બિગ, બ્યુટીફુલ બિલ પર મતદાન ચાલી રહ્યું છે. એલોન મસ્કે ફરી એકવાર બિલ વિરુદ્ધ નિવેદન આપ્યું છે, જ્યારે ટ્રમ્પે હવે મસ્ક વિશે કંઈક મોટું કહ્યું છે.