ગુજરાતના મોટાભાગના લોકો ઉનાળામાં પ્રવાસન સ્થળ તરીકે પહેલી પસંદ દીવની કરે છે. એવામાં હવે અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર છે. ઉડાન યોજના હેઠળ શુક્રવાર (16 મે)થી અમદાવાદથી દીવની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં છે. જેનું ભાડું 1499 રૂપિયાના ખાસ પ્રમોશનલ ભાડાની પણ ઓફર કરવામાં આવી છે. જે એક કલાકમાં અમદાવાદથી દીવ પહોંચાડી દેશે.