જીએસટીમાં સુધારાઓ મુદ્દે કોંગ્રેસે ગુરુવારે કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી. ભૂતપૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે, કેન્દ્ર સરકારને પોતે ખોટા રસ્તે જઈ રહી હોવાનું સમજતાં આઠ વર્ષ લાગ્યા. ત્યાર પછી આખરે તેમણે યુ-ટર્ન લઈને જીએસટીમાં સુધારા કરવા પડયા છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે પણ કેન્દ્રની ટીકા કરતા કહ્યું કે, આ જીએસટી ૧.૫ છે. સાચા જીએસટી ૨.૦ની હજુ રાહ જોઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ૨૦૧૭થી જે કહી રહ્યા છે તેનો સરકાર અત્યારે અમલ કરી રહી છે