ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નદી-નાળા અને ડેમ છલકાયા છે. તેવામાં હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 6-7 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે શુક્રવારે(5 સપ્ટેમ્બર) રાત્રે 10 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં 4 જિલ્લામાં રેડ ઍલર્ટ અને અન્ય તમામ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, ભરુચ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
5 જિલ્લામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગ મુજબ, આવતીકાલે શનિવારે (6 સપ્ટેમ્બર) ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.