સોશ્યિલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે એક બ્લોગમાં ખુલાસો કરી સ્વીકાર્યું કે હેકર્સ ગત મહિને લગભગ 3 કરોડ યુઝર્સના અકાઉન્ટને હેક કરવામાં સફળ રહ્યા હતા. આ 3 કરોડમાંથી લગભગ 2 કરોડ 90 લાખ યુઝર્સના ફેસબુક અકાઉન્ટમાંથી ડેટા ચોરી કરવાની વાત સામે આવી છે. લગભગ 1.5 કરોડ યુઝર્સના નામ અને કોન્ટેક્ટની વિગતો ચોરાઇ છે, જેમાં તેમના ફોન નંબર, ઇ-મેઇલ અને પ્રોફાઇલની વિગતો છે.