Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગિરિશભાઇ ત્રિવેદી

આજે મારા સેલ્ફ આઇશોલેશનને પાંચસો(૫૦૦) દિવસ પુરા થયાછે. આજે તા. ૨જી ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ ૫૦૨ મો દિવસછે.
 હું ગઇ તા. ૧લી માર્ચ ૨૦૨૦ ના રોજ લંડનથી આવ્યો હતો અને ૭મી માર્ચ ૨૦૨૦થી કોરોનાની મહામારીના લીધે તેમજ મારી વયને લીધે સેલ્ફઆઇસોલેશનમા છું. 
  હું સંપુર્ણ તંદુરસ્ત છું- હાલ નખમાં એ રોગ નથી પરંતુ ફેમિલી ડો વિશાલભાઇ મહેતા અને મારી પુત્રીઓ નેહલ (મીનુ ન્યુયોર્ક) દીપલ ત્રિવેદી ( જેની સાથે હું અમદાવાદમાં રહું છું) તથા રાજલ ( રાજુા લંડન )અને F. FRN Dr મયુરભાઇ દેસાઇ કારડીઑલોજીસ્ટ Dr. તેજસ પટેલ અને Dr. સંજય શાહની  સલાહ-આગ્રહના કારણે, કોરોનાનો શિકાર ન બનું તે માટે  મેં આ  હર્ષપુર્વક સ્વીકાર્યુ છે અને  Corona Eraમાં મેં મારી જીવનશૈલી બદલાવી  મારા  રુમમાંજ  રહું છું. 
  મેં મારો રોજનો  નિત્યકર્મ ચોકસાઈથી  એવી રીતે તૈયાર કર્યોછે કે મને  આ ૫૦૨ દિવસમાં એક પણ દિવસ કંટાળો -અણગમો આવ્યો નથી.  એટલુ જ નહીં  આખો દિવસ ક્યાં પસાર થઇ જાયછે તેની ખબર રહેતી નથી. સાંચુ કહુ તો મને ૨૪ કલાક પણ ક્યારેક ઓછા પડેછે.
   * સવારે  સાડાસાત થી આઠ વાગ્યે ઉઠી જાવછુ. ત્રીસથી પિસ્તાળીસ  મિનીટ ભગવાન-માતાજીને આપું છું  ત્યાર બાદ બે ગ્લાસ પાણી પીધા પછી મારો ચા નાસ્તો  તૈયાર કરુ છું. સવારે  હું સર્વિસ ટી પીવુ છુ. નાસ્તામાં મહારાજે બનાવેલા ભાખરી, થેપલા, હાંડવો, ઢોકળા  કે મમરા ગમેતે એક લઉ છું. 
  નાસ્તા પહેલા અલગ અલગ પ્રકારના પ્રાણાયમ હળવી કસરત કરુંછું. 
  * સાતથી સાડાઆઠ દરમિયાન મારે માટે નાસ્તો તૈયાર કરું. આ ઉપરાંત બે ચમચી મેથી,  બે અંજીર,  ૯ બદામ જે તેમજ  સપ્તાહમાં ત્રણ દિવસ  મહા સુદર્શન ચુર્ણ વ. સાથે ટેસથી બ્રેકફાસ્ટ  કરું છુ.હા ગાયના ગરમ દુધમાં દોઢ બે ચમચી હળદર નાખી બ્રેકફાસ્ટ પહેલા રોજ પીવુ છું.સાતથી સાડા આઠ દરમ્યાન હું બીજી કુદરતી ક્રિયા અને બ્રશ કરી લઉંછું. 
 * રોજ નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી અગાસીમાં જઇને છાપા વાંચું છું થોડા આંટા મારુછું પછી અગાસી પર અમારો નાનો ટેરેસ ગાર્ડનછે તેને પાણી પીવડાવુ, કુંડાઓમા સાફસૂફી કરું, પક્ષીઓને પીવા માટે રાખેલા માટીના ઠામમાં પાણી ભરું અને પક્ષીઓને ચણ નાખુ.
   * હું રોજ ૧ર થી ૨ સોશ્યલ મિડીયા પર  હોઉં છું ત્યારે નાનો કપ મસાલાવાળી ચાની લિજ્જત માણું છું.
   *રોજ સવાર - સાંજ  મહાભારત , મારા મિત્ર સ્વ. તારક મહેતાની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, ક્રાઇમ પેટ્રોલ વ. સિરીયલો અને TVમા NEWS જોવ છું તેમજ  બપોરે ૧૨થી ૨ WhatsApp    F B -સોશ્યલ મિડીયામા અને મોબાઇલ પર સક્રિય રહુ છુ .  બપોરે બે વાગ્યે મારા રુમની બહાર  સ્ટુલ પર જે લંચ મુક્યુ  હોય તે હું Gloves પહેરીને લઉંછું. મારા લંચમા ૧ રોટલી બે શાક દાળ બાફેલું બીટ અને ઘીમાં સાંતળેલી લસણની નવ  કળી એક ડુંગળી સાથેનું મસ્ત લંચ લઉં છું.હું જમવામાં નમક વગરનો જ ખોરાક લવ છું. અઢીથી ચાર  સુધી TV Surfing કરુંછું. સાડાચાર વાગ્યે ફરીથી એક નાનો કપ મસાલાવાળી  ચા સાથે મારા માટે Specially  બનાવેલા વઘારેલા મમરા,કે સુકી ભેળ એકાદ ફળ  કે બિસ્કીટ  લઉં છું. સાંજે પાંચથી સાત રોજ  ૮ થી ૧૦  મિત્રો, નાના ભાઇ હેમંત, ભાણીઆ ભાણી, ભત્રીજા ભત્રીજી બહેન અને મિત્રો કે અન્ય  લોકો સાથે  ફોન અથવા VDO કોલથી વાત કરુંછું. મારી ન્યુયોર્કમાં રહેતી મોટી પુત્રી મીનુ (નેહલ) અને લંડનમા રહેતી સૌથી નાની પુત્રી રાજુ (રાજલ)સાથે Mostly દરરોજ વાત કરુંછું.  મનને ઇચ્છા થાય ત્યારે લખુ છુ. વાંચુ છું. 
   મેં વાંચ્યુછે કે જ્યારે પણ દુનિયામાં મહામારી /કુદરતી આફત/કે માનવ સર્જિત હોનારત થાય ત્યારે Social Connection Maintain કરવા સામાજિક જોડાણ જાળવવું ખુબજ જરુરીછે આનાથી Stress ઓછું થાય Depression ઓછું થાય તેના વૈજ્ઞાનિક પુરાવાછે. રાત્રે સાડા આઠથી નવ વાગ્યે હું જમી લઉં જેમાં ૧ કે ૨ ભાખરી-શાક હોય છે. 
  રાત્રે ૮થી ૧૧ TV જોઉં  WhatsApp  ફોનપર વાત કરું . કોઈક વાર   N Y અને લંડનમા રહેતા મારા મિત્રો સાથે Mobile પર Massage ની આપ-લે કરુછુ. Watsapp call પણ કરું છું . 
  હા! મારી દીકરી દીપુ (દીપલ) સાથે રાત્રે જમ્યા પછી અલક મલકની વાતો કરુંછું.
    રાત્રે ૧૧ કે મોડમાં મોડું  ૧૨ વાગે બે ગ્લાસ પાણી પીને સુઇ જાવ કે -વહેલી પડે સવાર...
  હું કોઇ વિશિષ્ટ વ્યક્તિ કે કોઇ VVIP તો નથી જ. હું મારી જાતને તદન સાવ સામાન્ય માનવી એટલે કે કોમનમેન માનુ છુ અને હકીકતમાં તેજ  છુ. હા! હું એટલુ તો કહી શકુ કે મેં જાત મહેનત અને શૂન્યમાંથી સર્જન કર્યુ છે. પરિણામે, પત્રકારીત્વના ક્ષેત્રે હું ટોપ પર પહોંચી શક્યો હતો.     અત્યારે હું મારી હેલ્થનો પણ તેજ રીતે ખ્યાલ રાખુ છુ. જયા જરુરી હોય ત્યા તબીબોની સલાહ મુજબ દવા જરુર લઉ છુ પણ તેમા પણ દેશી દવા જેને આપણે ડોશીમાંનું વૈદુ કહીએ છીએ તેનો વધુ ઉપયોગ કરવાના પ્રયાસ કરુછુ. દવા કરતા પ્રફુલીત મન વધુ અસર કરેછે તે મારો જાત અનુભવછે એટલે હમેશાં તાણથી  મુક્ત અને ગમે તે પરિસ્થિતિ હોય તેમાથી માર્ગ કાઢીને આનંદમાં રહુ છુ. હું શક્ય હોય ત્યા સુધી કોઇ પણ ટેન્શનને સંઘરી રાખતો નથી અને આ વાત જ મને દવા કરતા વધુ  સારી અસર કરેછે. આ રીતે જીવવામાં મારી દિકરી દિપલનો મને ખુબ સાથ છે. 
  મને એકાંત ગમે છે તેનો અર્થ એ નથી કે  હું એકલપટુડો છુ. મને જાજા લોકો વચ્ચે સારું ફાવે છે. કાઠિયાવાડીમા કહું તો “હું ડાયરનો માણસછુ. “મારા સ્વભાવના લીધે હું જયા હોવ ત્યા ડાયરો જામી જાયછે પરંતુ  સાથોસાથ હું સાવ એકલો પણ દિવસો કે મહિનાઓ સુધી ખુબ આનંદથી રહી શકુ છુ.તેનું ઉદાહરણ આ ૫૦૨ દિવસથી આઇસોલેશનમાં છું તે પુરતું નથી? 
  હું એકાંતમા પણ મિત્રોના ટોળા કે ડાયરા જેટલી જ મોજમાં રહુ છુ. મારી આ  એક ખાસિયત ગણો તો ખાસિયત કે હું એકાંતને ઓગાળી ઓગાળી નિજાનંદમાં વ્યસ્ત રહી મોજ માણુ છુ. 
   હા! એક વાતછે કે હું પણ એક સામાન્ય માણસ છુ એટલે ક્યારેક હું પણ મુંજાવ છુ પરંતુ મારા આરોગ્ય-તંદુરસ્તી પર તેની  અસર ન પડે એટલે તેની કાળજી રાખી તેમાથી બહાર નીકળી જાઉ છુ. 
   કોઇ  માને કે ન માને  પણ હું તો બધીજ પરિસ્થિમાથી આનંદ-ખુશી શોધીને મોજમાં રહુ છુ અને આ મોજ મને ૨૮ વરસના યુવાન જેવો છુ તે વાતનો હમેશાં અહેસાસ કરાવેછે તે પણ મારી તંદુરસ્તીનું એક રહ્સયછે.
   મેં બહુ વરસો પહેલા કદાચ મારા કોલેજના દિવસો દરમ્યાન ક્યાંક વાંચ્યું હતું કે ગમે તેવી વિકટ સ્થિતિમાં  પણ મસ્ત થઇને જિંદગી જીવો તો જિંદગી ખળખળ વહેતું ઝરણું- નદીછે ને જો  હાય બળતરા કે નિસાસા નાંખીને જીવશો તો જિંદગી રણ બની જાયછે. એટલે હું બધી પરિસ્થિતિમાં મસ્ત થઇને મોજમાં  જીવુંછુ.
 વન પ્રવેશ અને ખાસ કરીને જિંદગીના છ દસકા પછી દરેક  મહિના  વરસ  બોનસ છે તેમ હું માનુ છુ. સાતમા દાયકાથી દરેક મહિના ઉપરહાર સમા જાણુ છું  અને આઠમા દાયકા થી જિંદગી ઉપરવાળાની પ્રસાદીરુપ છે તેમ માનીને હું આનંદથી દરેક કલાક ક્ષણ હું માણુછુ-મોજ કરુછુ એટલે જ હું ઘરડો થયો છુ તે વિચાર માત્ર મારી નજીક ફરકતો પણ નથી. તે શબ્દ મારી ડિક્સનેરીમાં નથી.
  થોડા સમય પહેલા મેં ક્યાંક વાચ્યુ હતું તે વાત મને બહુ સ્પર્શી ગઇ.  આ વાતને તંદુરસ્તી સાથે સીધો સંબધ ગણવો કે નહી તે વિષે મતમતાંતર જરુર કોઇ શકેછે પરંતુ મને આ વાત મારી હેલ્થ સાથે મહદ અંશે જોડાઇલીછે તેમ લાગેછે એટલે આ વાર્તા અહીં માંડુછુ.
  ચીન અને કોરિયમાં  નોબલ પ્રાઇઝ કક્ષાના  સાહિત્યનું સર્જન થાયછે. જો કે આમાંનું મોટાભાગનું સ્થાનિક ભાષામાં હોયછે. અંગ્રેજીમાં નહી હોવાથી વિશ્વનું ખાસ ધ્યાન ખેંચાતું નથી.ચીનમા આવા સાહિત્યને “માઓ-દન” સાહિત્ય પ્રાઇઝ અપાયછે. આવા સાહિત્યનું અંગ્રેજી સહીત જગતની કેટલીએ ભાષામાં  અનુવાદ પણ થાયછે. 
  માઓ-દન એવોર્ડ વિજેતા ઝો ડક્ષિન એક નવલકથા “ THE SKY GETS DARK,SLOWLY” માં કેટલીક વાતો લખીછે જે સિનીયર સિટીઝનો અને એક યા બીજી રીતે મને સ્પર્શતી હોય તેમ મને લાગેછે, હું ક્યારેક ક્યારેક તેવું મહેસુસ કરુછું આવી પરિસ્થિતિમાંથી પસાર  પણ થાવછુ.
  આ પુસ્તકનું હાર્દ એવુછે કે  બદલાતા સમય સાથે તમને  એવું લાગે કે લોકો તમને જોઇએ તેવો રિસપોન્સ આપતા નથી તો એ વાત બહુ મનમાં લેવી નહી, તેને બદલે તેવા સમયે કાંઇક  વાંચવું, ટીવી જોવું કોઇ મિત્રને ફોન કરી વાતો કરવી.  
   હું  આવા વખતે આમ જ  કરુછુ. તેથી  નેગેટીવ વિચાર જતા રહેછે આ મારો જાત અનુભવછે તેથી હું પાનખરમાં વસંતને માણુંછુ.
  ટુંકમા કહું  તો ક્યારેય  મને કંટાળો આવતો નથી, મુડલેસ કે બોર થતો નથી આનંદથી દિવસ પસારકરું છું , દિવસ ક્યારે પસાર થઇ જાયછે તેની ખબર રહેતી નથી.  હા! એક વાત જરુર છે હું મારી જાતને ક્યારેય વ્રુધ્ઘ માનતો નથી- ઘરડો થયોછુ એવો સ્વપ્નામાં પણ વિચાર કરતો નથી. હું   બ્યાંસી વરસનો છું પરંતુ હું તો મારી જાતને ૨૮ વરસનો યુવાન જ માનીને જીવું છું  એટલે બસ આનંદ અને જલ્સા-મજ્જામાં રહું છું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ