યૌન ઉત્પીડન અને બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓ માટે આપવીતી રજૂ કરવા સોશિયલ મીડિયા ટ્વિટર પર શરૂ કરાયેલ #MeToo movement હોલિવૂડ અને વિદેશોમાં ખળભળાટ મચાવ્યા બાદ હવે ભારતના બોલિવૂડ અને રાજકીય વર્તુળોમાં હાહાકાર મચાવી રહી છે. ભારતીય ફિલ્મ જગતના માંધાતાઓ પર અભિનેત્રીઓના જાતીય શોષણના આરોપો બાદ હવે વિદેશ રાજ્યમંત્રી એમ. જે. અકબર પર સિનિયર પત્રકાર અને એક સમયે એમ. જે. અકબરના જુનિયર તરીકે ફરજ બજાવતા પ્રિયા રામાણીએ જાતીય શોષણ કર્યાનો આરોપ મૂક્યો છે.