દેશની જાહેર ક્ષેત્રની ૨૧ બેન્ક દ્વારા વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ દરમિયાન રૂપિયા ૩,૧૬,૫૦૦ કરોડ રૂપિયાની લોનની વસૂલી ના થઈ શકતાં તે રકમને રાઇટઓફ કરવામાં આવી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેટા મુજબ આ ચાર વર્ષ દરમિયાન આ સરકારી બેન્કો માત્ર આપેલાં ધિરાણો પૈકી માત્ર ૪૪,૯૦૦ કરોડ રૂપિયાની જ વસૂલી કરી શકી હતી. ચાર વર્ષ દરમિયાન રાઇટઓફ ખાતામાં નાખવામાં આવેલી રકમ સામે વસૂલ થયેલી રકમ ૧૪ ટકાથી ઓછી હતી. એમ પણ કહી શકાય તે સરકારી બેન્કે જેટલી રકમ બેડલોન્સ ખાતામાં નાખી છે તે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સુરક્ષા માટે થયેલી બજેટકીય ફાળવણી(૧.૩૮ લાખ કરોડ રૂપિયા)ના બમણાથી પણ વધુ છે. સરકારી બેન્કોએ એપ્રિલ ૨૦૧૪થી ૨૦૧૮ એમ ચાર વર્ષ દરમિયાન બેડલોન્સના રૂપમાં રાઇટઓફ ખાતામાં નાખી છે તે રકમ તેમણે જ વર્ષ ૨૦૧૪ સુધીમાં રાઇટઓફ કરેલી લોન્સના ૧૬૬ ટકા કરતાં પણ વધુ છે.