ગુજરાતની પ્રજાસત્તાકપર્વની રાજયકક્ષાની ઉજવણી મહેસાણા જિલ્લામાં થઇ રહી છે. ત્યારે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાજયપાલ ડો. ઓ.પી.કોહલીએ 'એટહોમ' કાર્યક્રમ દ્વારા મહેસાણા જિલ્લાના અગ્રણી મહાનુભાવો અને નાગરિકોને મળી પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરી હતી. આ અવસરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ઉપસ્થિત રહી અગ્રણીઓ સાથે ૬૯મા પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓની આપ-લે કરી હતી.