ગુજરાતના સ્થાપના દિવસની PM મોદીએ શુભેચ્છા પાઠવી છે. જેમાં PM મોદીએ કહ્યું છે કે ગુજરાતના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ. ગુજરાતે સંસ્કૃતિ અને ઉદ્યોગસાહસિકતાની અલગ ઓળખ ઉભી કરી છે. ગુજરાતના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યં છે. તેમજ અમિત શાહે પણ શુભકામના પાઠવી છે તેમજ જણાવ્યું છે કે વૈવિધ્યસભર કુદરતી સંપદા, ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો અને આતિથ્ય માટે પ્રસિદ્ધ ગુજરાતના સૌ બહેનો અને ભાઈઓને ગુજરાત દિવસની અનેકાનેક શુભેચ્છાઓ.