જમ્મુ-કાશ્મીરમાં પહલગામ હુમલાના બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ હતી. આ હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે રહેતા ઘુસણખોરો સામે સરકારે લાલ આંખ કરી હતી. જેને લઈને અમદાવાદના ચંડોળા સહિત રાજ્યના અનેક જિલ્લામાંથી ઘુસણખોરોને વીણી-વીણીને શોધી કાઢ્યા હતાં. ત્યારબાદ તેમના ગેરકાયદે રહેઠાણો પર પણ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. એવામાં હવે રાજ્યભરમાંથી પકડેલાં 300 જેટલાં બાંગ્લાદેશીઓના ડિપોર્ટેશનની કવાયત હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બાંગ્લાદેશીઓને એરક્રાફ્ટ મારફતે તેમના દેશ પરત મોકલી દેવાયા છે.