-
ગુજરાતના આંગણે નહીં પણ શેરીએ શેરીએ, પોળે પોળે, ચોકે ચોકે અને પાર્ટી પ્લોટોથી લઇને માલેતુજારોની સોશ્યલ કલ્બોમાં ગુજરાતની આગવી અને ભાતીગળ ઓળખ સમાન મા અંબા-જગદંબાની નવલી નવરાત્રિનો આજે આસો સુદ-એકમથી શુભારંભ થઇ રહ્યો છે. ખેલૈયાઓ ટ્રેડીશનલ વસ્ત્રોમાં સુસજ્જ થઇને ગરબે ઘૂમવા મોર બની થનગનાટ જેવો થનગનાટ દર્શાવી રહ્યાં છે. નિયમ મુજબ રાત્રના 12 વાગ્યા સુધી વિજાણુ ઉપકરણો પર ગરબા રમાશે. અને ત્યારબાદ પરંપરાગત રીતે ગાઇને પણ મોડે સુધી શક્તિની ભક્તિ થશે. પોલીસે પાર્ટી પ્લોટના ગરબા આયોજકોને પાર્કિંગની જગ્યા જેટલા જ પાસ આપવા જણાવ્યું છે. સરકારી ગરબા અમદાવાદના જીએમડીસી મેદાનમાં યોજાયા છે. શાળાઓમાં ક્યાંક ફરજીયાત તો ક્યાંક મરજીયાત નવરાત્રિ વેકેશન આપવામાં આવ્યું છે. વ્યાપારની રીતે પણ નવરાત્રિમાં બજારમાં તેજી રહે તેમ છે.