Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત રાજ્યની સ્થાપના ૧ મે ૧૯૬૦ના દિવસે થઇ હતી અને ગુજરાત માટે લેખકો- કવિઓએ  હદયમાં વિશેષ રીતે પ્રેમ ઉભરી આવ્યો હતો અને ગુજરાત રાજ્ય વિશે સુંદર પંક્તિમાં વર્ણન કર્યા છે. ગુજરાતની શાંતિ અને અહિંસાના ગુણો ધરાવતી પ્રજા છે.

ગુજરાતનો સ્થાપનાના દિવસે ગુજરાતની ગાથા ગાતી કવિતા સુંદર શબ્દો અહિયાં આપેલ છે.

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

(જય જય ગરવી ગુજરાત !-કવિ નર્મદ)

આ કવિતાના શબ્દોથી ખબર પડે છે કે કવિઓ પોતાના ગુજરાત માટે અનોખો પ્રેમ હતો. કેટલો પ્રેમ, આદર અને સત્કાર હતો જેમણે ગૌરવંત ગુજરાતનો આખો ઈતિહાસ, આબોહવા, સ્થાન અને ધર્મ અને શૂરવીરતા વિશે વાત કરી છે

એક અન્ય લેખક ખબરદાર દ્વારા લખાયેલી એક પંક્તિ આજે એક કહાવત બની ગઈ છે અને દરેક ગુજરાતી જો તે પોતાના ગુજરાત બહાર વસતો હોય તો તેના મુખે અવશ્ય સાંભળવા મળે છે-
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

આ પંક્તિનો અર્થ બહુ જ વિશાળ છે. કોઈ ગુજરાતી બહાર વસવાટ કરતો હોય ત્યારે આજુબાજુના વાતારવણમાં ઝડપભેરમાં ગુજરાતી ફૂલમાં ફોરમ ભરે તેવી રીતે સુગંધ ભરી દે છે અને પોતાના ઘર જેવું, પોતાના જેવું વાતાવરણ ઉભું કરી દે છે  

ઉમાશંકર જોશીએ પણ ગુજરાત વિશે સુંદર પંક્તિ લખી છે-

ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ગિરા ગુજરાતી,
કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી.
 
ખરેખર ગુજરાતની ભૂમિ ધન્ય છે જ્યાં ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરૂષોનો જન્મ થયો અને પોતાની મહાનતાની લીધે તેમણે દેશ-દુનિયામાં ગુજરાતનું નામ ઉજાગર કર્યું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ