રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભાવનગરમાં વિશ્વનું સૌથી મોટુ CNG ટર્મિનલ સ્થાપવાની મંજૂરી આપી છે. આ સાથે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ સ્થાપનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે.જેના માટે સરકારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ ફોર સાઇટ ગૃપ-કોન્સોર્રીયમને પ્રોજેકટ ડેવલપર તરીકે મંજૂરી આપવામાં આવશે..ટર્મિનલની સ્થાપનાથી સોળસો કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત પોર્ટ કાર્ગો ક્ષેત્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવશે.
ટર્મિનલ માટે પ્રથમ તબક્કામાં ૧ હજાર ૩૦૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થશે.. આ પ્રોજેકટ પૂર્ણ થતાં કુલ ૧ હજાર ૯૦૦ કરોડનું મૂડીરોકાણ છે. આ ટર્મિનલ રાજ્યના સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેકટ તરીકે ભાવનગરમાં આકાર પામશે.. પ્રતિ વર્ષ ૧પ લાખ ટન ક્ષમતા ધરાવતું CNG ટર્મિનલ બનશે.. અને પ્રતિ વર્ષ ૪પ લાખ ટન ક્ષમતાનું લીકવીડ કાર્ગો ટર્મિનલ, કન્ટેઇનર અને વ્હાઇટ કાર્ગો ટર્મિનલ તથા રો-રો ટર્મિનલ વિકસાવવાનું મહત્વાકાંક્ષી આયોજન કરવામાં આવ્યુ છે.