-
એ.ડી.આર. નામની એનજીઓ અને ગુજરાત ઈલેક્શન વોચ તરફથી ગુજરાતના ધારાસભ્યોના સોગંદનામાંના આધારે તેઓની વાર્ષિક આવક, વ્યવસાય અને ઉંમર અંગે એક વિશ્લેષણાત્મક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. ૨૧ ધારાસભ્યોએ તેમની આવક દર્શાવી નથી, તેથી તેમની વિગતો આ અહેવાલમાં સમાવી શક્યા નથી. ભાજપ સરકાર ભણશે ગુજરાત.....ની ઝૂંબેશ ચલાવે છે ત્યારે 81 ધારાસભ્યો એવા છે કે જેઓ ધો. 5થી લઇને મહત્તમ ધો.12 સુધી જ ભણ્યા છે. તમામ જનપ્રતિનિધિઓ આવકની રીતે લખપતિ છે જ્યારે જેમના તેઓ પ્રતિનિધિ છે તેવા મતદારો હજુ પણ ગરીબી રેખાની નીચે છે.
મુખ્ય મુદ્દાઓઃ-
v ગુજરાતના 161 ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક Rs.18.80 લાખ છે.
v વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ ની વાર્ષિક આવક Rs.3.90 કરોડ છે જે સૌથી વધુ છે.
v અકોટાના ધારાસભ્ય મોહિલે સીમાબેન અક્ષયકુમાર ની વાર્ષિક આવક સૌથી ઓછી Rs.69.34 હજાર છે.
v તમામ ધારાસભ્યોએ તેમના વ્યવસાયની વિગત તેમના સોગંદનામામાં આપી છે.
v 161 માંથી 33(21%) ધારાસભ્યોએ તેમનો વ્યવસાય બીઝનેસ દર્શાવ્યો છે. જયારે 56(35%) ધારાસભ્યો ખેડૂત છે.
v 4(2%) ધારાસભ્યોએ તેમનો વ્યવસાય રીયલ એસ્ટેટ બીઝનેસ દર્શાવ્યો છે અને તેમની સરેરાશ વાર્ષિક આવક Rs. 76.35 લાખ છે.
v 5(3 %) ધારાસભ્યો એ તેમનો વ્યવસાય સામાજિક કાર્યકર તરીકે દર્શાવ્યો છે અને તેમની સરેરાશ વાર્ષિક આવક Rs. 6.24 લાખ છે, જે સૌથી ઓછી છે.
v 85(53%) ધારાસભ્યોનું શૈક્ષણિક લાયકાત ૫ થી ૧૨ ધોરણ વચ્ચે છે અને તેમની સરેરાશ વાર્ષિક આવક Rs.19. 83 લાખ છે.