જાટ આરક્ષણ માટે આંદોલન કરતી સંસ્થાઓએ ૨૦મી માર્ચથી સંસદ ઘેરાવ કરીને ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી આપી છે. આ બાબતને ધ્યાનમાં રાખી સમગ્ર હરિયાણામાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. એટલું જ નહીં, રાજ્યની ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવાઈ છે અને રાજ્યના અનેક સંવેદનશીલ વિસ્તારમાં સીઆરપીસીની કલમ ૧૪૪ લાગુ કરી દેવાઇ છે.