-
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી ટાઢાબોળ પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે ઠંડીની તીવ્રતા અનેકગણી વધી જતાં જનજીવન ધ્રુજી ઉઠયું છે. આખો દિવસ ટાઢાબોળ પવનો ફૂંકાતા હોવાના કારણે લોકો સ્વેટર, મફલર, ટોપી સહિતના ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈને જ બહાર નીકળી રહ્યા છે. લઘુત્તમ તાપમાનનો પારો આજે રાજકોટમાં 14.1, ભાવનગરમાં 16.8, પોરબંદરમાં 14, વેરાવળમાં 15.6, દ્વારકામાં 16.2, ઓખામાં 20.7, ભુજમાં 12.4, નલિયામાં 10.4, સુરેન્દ્રનગરમાં 16, કંડલામાં 13.7, અમરેલીમાં 14, ગાંધીનગરમાં 16.5, મહવામાં 17.5 ડિગ્રી નોંધાયું છે. મહત્તમ તાપમાનનો પારો પણ નીચે ઉતર્યો છે અને ગઈકાલે રાજકોટમાં મહત્તમ તાપમાન 22.8, સુરેન્દ્રનગરમાં 20.8, ભુજમાં 26.2, અમરેલીમાં 20, ભાવનગરમાં 19.9, દ્વારકામાં 20.2, ઓખામાં 24.3, પોરબંદરમાં 25.6, નલિયા 25.2 અને કંડલામાં 25.5 ડિગ્રી નોંધાયું છે