સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરવામાં આવેલા હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ભારતને છેક ૧૩૧મો ક્રમ મળ્યો છે. ભારત એશિયાનું ત્રીજું મોટુ અર્થતંત્ર હોવા છતાં ૧૮૮ દેશોના લિસ્ટમાં ભારતનું સ્થાન ઘણુ પાછળ રહ્યું છે. હ્યુમન ડેવલમેન્ટ ઈન્ડેક્સ ૨૦૧૬માં ભારતને મિડિયમ ક્રમના દેશ તરીકે સ્થાન મળ્યું છે. પડોશી દેશો પણ ભારતથી પાછળ છે. લિસ્ટમાં પાકિસ્તાનને ૧૪૭મુ સ્થાન મળ્યું છે.