કેન્દ્ર સરકારનાં બજેટને આંધ્ર પ્રદેશ વિરોધી બજેટ ગણાવી ગુરુવારે રાજ્યવ્યાપી બંધનું એલાન અપાયું હતું. ડાબેરી પક્ષો દ્વારા અપાયેલા બંધને વાયએસઆર કોંગ્રેસ, જનસેના, ભાજપની સ્થાનિક સમિતિઓ અને સત્તાધારી તેલુગુદેશમ પાર્ટી દ્વારા પણ સમર્થન અપાયું હતું જેને કારણે બંધની વ્યાપક અસર જોવા મળી હતી. જોકે બંધ શાંતિપૂર્ણ રહ્યો હતો. ગુરુવાર સવારથી જ વિજયવાડા, વિશાખાપટ્ટનમ, તિરુપતિ સહિતનાં તમામ મોટાં શહેરોમાં દેખાવકારો સડકો પર ઊતરી આવ્યા હતા અને આંધ્ર પ્રદેશને ન્યાય આપોનાં પ્લે કાર્ડ સાથે દેખાવો કર્યા હતા.